-
૯ માસની ગર્ભાવસ્થા દરમ્યાન સાત્વિક આહાર, વ્યાયામ અને રાજયોગ
ધ્યાનના સમન્વયથી માતા અને શિશુની આધ્યાત્મિક અને ભાવાત્મક પ્રગતિથી
ગર્ભસ્થ મહિલાની ડીલેવરી નોર્મલ અને નેચરલ બને છે.
-
માતા અને બાળકની કાયમી તંદુરસ્તી પરિવારને ખુશહાલ બનાવે છે.
-
સમાજના મજબુત પાયાના ઘડતરમાં સંસ્કારી અને તંદુરસ્ત બાળક ઉપયોગી બને
છે.
-
ઘણા બધા ધાર્મિક પુસ્તકો અને આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા કર્મના બંધનો
દ્વારા સમજાવવામાં આવેલ છે કે ગર્ભસ્થ શિશુને જો ગર્ભમાં જ
સંસ્કારોનું સિંચન, સ્વભાવનું સિંચન કરવામાં આવે તો તે શિશુ ઉપર તેની
વધારે અસર જોવા મળે છે.
-
સારી વસ્તુ હંમેશા સારી વસ્તુને આકર્ષે છે તે નિયમ પ્રમાણે જો માતા
પિતા જ માનસિક તાણ અને ચિંતા મુક્ત બનશે તો તેમનું ગર્ભસ્થ શિશુ
સંસ્કારી, નીરોગી અને તંદુરસ્ત બનશે.
ગર્ભ સંસ્કાર કેન્દ્ર
- મુખ્ય
- ગર્ભ સંસ્કાર કેન્દ્ર