નવજાત શિશુના જન્મબાદ તુરતજ લેવાતી કાળજી
- બાળકને હૂંફાળું રાખવું અનિવાર્ય છે.
- દર વખતે ધાવણ આપ્યા પછી બાળકને ખભા પર લઈને થાબડવું, ખુબ જ જરૂરી છે જયાં સુધી તેને ઓડકાર ના આવે.
- છ માસ સુધી ફક્ત માતાનું જ ધાવણ આપવું, બીજું ઉપરથી કશું આપવું નહિ.
- બાળકનું વજન ૨ કિલોગ્રામ થી ઓછું હોય તો તેને કાંગારું, મધરકેર, K.M.C આપવી.
- દર વખતે બાળકને લેતી વખતે હાથ ધોવા ખુબ જ જરૂરી છે. આંખમાં કાજળ વિગેરે આંજવું નહિ.
- બાળકના ભીના કપડા ડેટોલ થી વોશ કરવા અને હળવા કોટનના કપડાનો જ ઉપયોગ કરવો.
- માતાએ પણ પોતાના નેપકીન, પોતાના કપડા, સુતરાઉ સાડી, ગાઉનની સ્વચ્છતા રાખવી જરૂરી છે.
- માતાએ બાળકને પારણામાં ન રાખતાં માતાની બાજુમાં જ સુવડાવવું જરૂરી છે જેથી બાળકને માતાની હુંફમાં સુરક્ષિત વાતવરણનો અનુભવ થાય અને ખાસ કરીને રાત્રે પણ જગાડીને ધાવણ આપી શકાય. (છ વાર ધાવણ આપવું જરૂરી છે.)
નવજાત શિશુની કાળજી
- મુખ્ય
- નવજાત શિશુની કાળજી